વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટમાં થયેલા કરોડો ના ભ્રષ્ટાચાર સામે પુરાવા સાથે વિજિલન્સ તપાસ માટે સ્વેજલ વ્યાસ સહિતના સામાજીક કાર્યકરો આજે સોમવારે કલેક્ટર કચેરી ખાતે એકત્ર થશે સ્વેજલ વ્યાસે જણાવ્યું છે કે મહાત્મા ગાંધીજી કહેતા “અસત્ય સામે ચુપ રહેવુ એ પણ અપરાધ છે.

આજના દિવસે, વડોદરા શહેરમાં એવો જ એક ચુપચાપ ચાલતો ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો સમય આવી ગયો છે. વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ, જેને કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે — એમાં ગંભીર ગેરરીતિઓ, ખોટી બિલિંગ, અને ફક્ત કાગળ પર પુરા થયેલા કામોની બાબતો સામે ઉઠી રહેલા સવાલો સબૂત સાથે હવે સામાન્ય નાગરિકો સુધી પહોંચી રહ્યા છે.

આ માટે વિજિલન્સ તપાસની માંગ સાથે અને નાગરિકોની અવાજ સરકાર સુધી પહોંચે, એ માટે આવતીકાલે કલેક્ટરને આવેદનપત્ર અપાશે. જેમાં કરોડો રુપિયાનો ગોટાળો, કામગિરી વગર થયેલી ચુકવણી, નદી શુદ્ધી નામે ફક્ત કાગળ પર કામગિરી , દોષિતો સામે કોઇ જ કાર્યવાહી કરાઇ નથી તથા વિજિલન્સ તપાસ માટે જનદબાણ જેવા મુખ્ય મુદ્દા છે.
Reporter: admin