સમગ્ર ગુજરાત સહિત ડભોઇ શહેર તાલુકામાં ભારે વરસાદના કારણે પૂર ની સ્થિતિ બની હતી.
પૂર ના કારણે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ઘરો માં ભરાયા હતા. સતત વરસાદ વરસતા દેવડેમ નું પાણી છોડાતા દેવ નદી અને ઢાઢર નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેને લઇ નદી કાંઠે આવેલા કેટલાક ગામડાઓ અતિવૃષ્ટિના કારણે બેટમાં ફેરવાયા હતા જ્યારે કેટલા ગામડાઓમાં તો લોકોએ ઝાડ પર રાતો ગુજારી હતી સાથે ખેતી તેમજ માલ મિલકતને પૂરના કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું હતું જેને લઇ આજરોજ ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વડોદરા તાલુકાના કેલનપુર હરીપુર તેમજ ડભોઇ તાલુકાના ભીલાપુર અને નવીનગરી તેમજ અન્ય ગામનું જાત નિરીક્ષણ કરી અસરગ્રસ્ત નાગરિકો સાથે મુલાકાત કરી ચર્ચા વિચારણા કરી હતી જ્યારે શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે ગામના તલાટી સરપંચો ભેગા મળી જે નુકસાન પહોંચ્યું છે અને જે સમસ્યાઓ અતિવૃષ્ટિને કારણે નોતરી છે તેનું સર્વે કરાવી રહ્યા છે
અને જે કંઈ પણ નુકસાની થવા પામી છે તેની સરકારમાં રજૂઆત કરીને બનીશકે એટલી વધુ મદદ અસરગ્રસ્ત લોકો માટે કરાશે જ્યારે અતિવૃષ્ટિના સર્વેક્ષણમાં ધારાસભ્ય શૈલેશ મહેતા સહિત ગ્રામ પંચાયતના સભ્ય સ્થાનિક સરપંચો તલાટી અને તાલુકા પંચાયતના સભ્યો તેમ જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાએ અસરગ્રસ્ત લોકો સાથે ચર્ચા વિચારણા કરી તેઓને વધુમાં વધુ મદદ સરકાર તરફથી મળી રહે તેવી હૈયા ધારણા આપવામાં આવી હતી. જ્યારે આ લોકોને વધુમાં વધુ સહાય કેવી રીતે મળે તે બાબતે તલાટી અને સરપંચોને પણ સુચના આપવામાં આવી હતી.
Reporter: admin