વડોદરા : ખંડેરાવ ફ્રુટ માર્કેટ ગુરુદ્વારા પાસે સવારે 7:00 વાગ્યા પછી દરરોજ ટ્રાફિકના દ્રશ્યો જોવા મળે છે.
દિવા નીચે અંધારું કહેવત અનુસાર વડોદરા મહાનગર અને સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ કેમ આટલી મહેરબાન છે. ખંડેરાવ માર્કેટ સામે આવેલા બજારમાં આ ટ્રકો રોડ ઉપર મૂકીને ધંધો કરતા આ સામાજિક તત્વો કેટલાક કહેવાતા ફ્રુટ ના વેપારી રોડની વચ્ચોવચ ગાડીઓ મૂકીને ખુલ્લેઆમ ધંધો કરતા હોય છે. ગીચ વસ્તીવાળા વિસ્તારમાં સવારે 4:00 વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધી ટ્રાફિકના દ્રશ્ય જોવા મળે છે. આ વિસ્તારમાં થી ફાયર બ્રિગેડ અથવા 108 ને ઇમરજન્સી વાહનને નીકળવું હોય તો ભારે મુશ્કેલી પડતી હોય છે.
જેથી વહેલી તકે આમનું નિવારણ લાવવા સ્થાનિક રહીશો મારા અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. સવારના 04:00 વાગ્યા થી બપોરના 12:00 વાગ્યા સુધી ટ્રક અને ટાઈમ પરથી ધમધમતા આ વિસ્તારમાં આવા નવા ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળે છે તેમ છતાં ટ્રાફિક પોલીસ આંખ આડા કાન કેમ કરે છે.
દરરોજ ઠલવાતા ફૂટ અને શાકભાજીને કારણે દિવસ દરમિયાન ગંદકીના ઢગ ફેલાયેલા જોવા મળે છે જેને કારણે ગંદકી ફેલાયેલી રહે છે. વડોદરા કોર્પોરેશન નું આરોગ્ય ખાતું પણ આ સમસ્યા તરફ નજર નાખતું નથી. ફ્રુટ માર્કેટની બાજુમાં અડીને જ મહાનગરપાલિકાની વડી કચેરી આવેલી છે. માત્ર તંત્ર દેખાડા પૂરતી કામગીરી કરતી હોય છે. પરંતુ બધા જાણે છે કે હપ્તાખોરી ચાલી રહી છે. જેના કારણે તયથી નીકળતા રાહદારીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે.
Reporter: News Plus