વડોદરા શહેરમાં જેતલપુર અન્ડરબ્રિજ વાહન ચાલકોની ભારે ભીડ હોય છે, અને રાહદારીઓની પણ ખાસ્સી અવરજવર હોય છે, ત્યારે જેતલપુર ગરનાળા ના છતમાંથી પોપડા ખરતા અમુક છત નો ભાગ જર્જરિત જોવા મળી હતી,
અન્ડરબ્રિજ નીચે જતા નાગરિકો માં ભયનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે વિપક્ષના નેતા અમી રાવતે પ્રતિક્રિયા આપી હતી કે વડોદરા શહેરના નાગરિકોને સુરક્ષા આપવાનું કામ વડોદરા મહાનગરપાલિકાનું છે એક બાજુ 5000 જેટલા મકાનો/બિલ્ડિંગ ને પાલિકા તરફથી નોટિસ આપવામાં આવી છે, અન્ડરબ્રિજ માંથી છતમાંથી પોપડા પડે છે, પાણી પડે છે, અને એક એક ઇંચ વરસાદ પડે ત્યારે ઘરનાળામાં પાણી ભરાઈ જાય છે
ત્યાં પાલિકાને આવી જગ્યા દેખાતી નથી, ઘરનાડો રિપેર કરવાની ફરજ દેખાતી નથી વડોદરા કોર્પોરેશન નું વહીવટ નબળું દેખાઈ રહ્યું છે, અત્યારે વરસાદ ની સીઝન શરૂ થઈ ગઈ છે અને આસપાસના લોકોને કાદવ કિચડ માંથી પસાર થઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તાત્કાલિક ધોરણે રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
Reporter: News Plus