નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે રણશિંગુ ફુંકશે. વડાપ્રધાન મોદી દિલ્હીને 45 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીને રૂ. 4300 કરોડના અનેક વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ નજફગઢના રોશનપુરામાં વીર સાવરકર કોલેજનો શિલાન્યાસનો સમાવેશ થાય છે. જો કે કોલેજનું નામ વીર સાવરકરના નામ પર રાખવાને લઈને વિવાદ શરૂ થયો છે.NSUIએ PM મોદીને પત્ર લખ્યો NSUIએ PM મોદીને પત્ર લખીને ત્રણ માંગણીઓ રજૂ કરી છે. જેમાં તેમણે માંગ કરી છે કે દિલ્હી યુનિવર્સિટીમાં ડૉ. મનમોહન સિંહના નામ પર વૈશ્વિક કક્ષાની કોલેજ બનવવાવામાં આવે, બીજું, તેમના નામે કેન્દ્રીય યુનિવર્સિટીની સ્થાપના થવી જોઈએ.
ત્રીજું, વિભાજન બાદ એક વિદ્યાર્થીથી વૈશ્વિક હસ્તી સુધીની તેમની જીવનયાત્રાનો શૈક્ષણિક અભ્યાસક્રમ અને રાજકીય ક્ષેત્રે સમાવેશ થવો જોઈએ.સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનની અવગણના કોંગ્રેસના સાંસદ સૈયદ નાસિર હુસૈને ભાજપ પર સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનની અવગણના કરવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે કોલેજનું નામકરણ કરીને અંગ્રેજોની માફી પત્ર લખનાર વ્યક્તિનું ગૌરવગાન કરવામાં આવી રહ્યું છે. સાંસદે પત્રકારોને કહ્યું, “ઘણા લોકો દેશ માટે જીવ્યા અને સ્વતંત્રતા સંગ્રામમાં મોટું યોગદાન આપ્યું. ભાજપ એવા લોકોને માન્યતા આપી રહી છે જેમણે અંગ્રેજોને માફી પત્રો લખ્યા હતા અને તેમની પાસેથી પેન્શન લીધું હતું.
Reporter: admin