News Portal...

Breaking News :

ગંદા પાણીના મુદ્દે કોંગ્રેસ કાઉન્સિલરોનો પાલિકામાં વિરોધ, સ્થાયી સમિતિ બહાર હોબાળો

2026-06-20 09:28:09
ગંદા પાણીના મુદ્દે કોંગ્રેસ કાઉન્સિલરોનો પાલિકામાં વિરોધ, સ્થાયી સમિતિ બહાર હોબાળો

વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવતાં કોંગ્રેસના કાઉન્સિલરોએ મહાનગરપાલિકા ખાતે વિરોધ નોંધાવ્યો હતો. વોર્ડ નંબર-14ના કોંગ્રેસ કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ ગંદા પાણીની બોટલ અને પાણીનો ગ્લાસ લઈને પાલિકા કચેરીએ પહોંચ્યા હતા.

મળતી માહિતી મુજબ, બંને કાઉન્સિલરો મ્યુનિસિપલ કમિશનરને દૂષિત પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવા માંગતા હતા. જોકે તે સમયે મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિની બેઠકમાં હાજર હોવાથી તેમની મુલાકાત થઈ શકી નહોતી.
ત્યારબાદ કાઉન્સિલરો સ્થાયી સમિતિની બેઠક ખંડ બહાર પહોંચ્યા હતા અને બેઠકમાં જ પોતાની રજૂઆત કરવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમને રોકવામાં આવતા સ્થળ પર ભારે હોબાળો મચ્યો હતો. ઘટનાને પગલે થોડા સમય માટે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો.

વિરોધની જાણ થતાં મ્યુનિસિપલ કમિશનરે બંને કાઉન્સિલરોને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા હતા અને તેમની રજૂઆત સાંભળી હતી. કોંગ્રેસના કાઉન્સિલરોએ શહેરના અનેક વિસ્તારોમાં ગંદા અને દૂષિત પાણીની સમસ્યા યથાવત હોવાનું જણાવી તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી.

Reporter: admin

Related Post