વડોદરા : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા - સુભાનપુરા શાખા નં ૧૦ વરેણ્ય યુથ ગૃપ દ્વારા નવ દિવસ ની સામુહિક નવરાત્રી અનુષ્ઠાન ની ભવ્યાતિભવ્ય પૂર્ણાહુતિ સાથે ૨૪ - કુંવારીકા ઓનુ પુજન કરવામાં આવ્યું અને ૨૪ દેવ કન્યા ઓને ૨૪ અલગ અલગ ઉપહાર (ભેટ) આપવામાં આવ્યા હતા

સાથે શૈક્ષણિક કીટ પણ ભેટ આપવામા આવી હતી અનુષ્ઠાનની પુર્ણાહુતી કરાવતા અનિલભાઈ રાવલે જણાવ્યું હતું. આગામી ૨૭ - એપ્રિલ અખંડ જ્યોતિ કલશ યાત્રા આ વિસ્તારમાં ભ્રમણ કરશે તેની વિષેશ જાણકારી તેની વિશેષતા સમજાવવામા આવેલ સૌ સાધકો આ અખંડ જ્યોતિ કલશ યાત્રામા જોડાઈ જવાના સંકલ્પો લેવા આ હતા તારીખ ૨૭ - એપ્રિલ આપણા જ વિસ્તારમાં સાંજે ૭.૩૦ કલાકે જ્યોતિ કલશ યાત્રાનુ ભવ્યાતિભવ્ય સ્વાગત સાથે વિરાટ દીપ યજ્ઞ ઝાંસીની રાણી ગ્રાઉન્ડમા સંપન્ન થશે આ માટે સૌને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું.








Reporter: admin