મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા વડોદરાના નાના વેપારીઓ માટે ખાસ જાહેર કરવામાં આવેલા પૂર રાહત પેકેજનો લાભ લેવા માટે અઢાર જેટલા આધારપૂરાવા માંગવામાં આવતા હોવાની અફવાનું કલેક્ટર બિજલ શાહે ખંડન કર્યું છે.
તેમણે જણાવ્યું કે, નિયત ફોર્મમાં નાના દુકાનદારો માટેથી આધાર કાર્ડ, ધંધા કરતા હોવાનું કોઇ પણ એક પૂરાવો જેમાં શોપ રજીસ્ટ્રેશન, શોપ લાયસન્સ અથવા જીએસટી નોંધણી, ડીબીટીથી સહાય આપવાની હોવાથી બેંક ખાતાની વિગતો ઉપરાંત પૂર ઉતર્યા બાદ નુકસાનીના ફોટો કે વિડીઓ ઓડિટના હેતુથી આપવાના રહે છે.
આથી ઉક્ત ચાર જેટલા જ આધારો સાથે પૂર રાહત પેકેજનો લાભ આપવામાં આવશે. એટલે ખોટી અફવાથી ભ્રમિત ન થવા માટે કલેક્ટરશ્રીએ અપીલ કરી છે.
Reporter: admin