News Portal...

Breaking News :

શિમલાના રામપુરમાં વાદળ ફાટવાની ઘટના લગભગ 10 વાહનો પાણીમાં તણાઈ ગયા

2025-05-25 11:56:52
શિમલાના રામપુરમાં વાદળ ફાટવાની ઘટના લગભગ 10 વાહનો પાણીમાં તણાઈ ગયા


શિમલા : દેશભરના રાજ્યોમાં બદલાયેલા હવામાન વચ્ચે શનિવારે સાંજે હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. જેમાં શિમલાના રામપુરમાં પણ વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે. 


રામપુર નજીક જગતખાનામાં વાદળ ફાટવાથી મોટું નુકસાન થયું છે. જેમાં ઘણા વાહનો પાણીમાં તણાઈ જવાની શક્યતા છે. ઘટનાસ્થળે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.



વાદળ ફાટવાથી ભારે તબાહી મચી ગઈ
સમગ્ર ઘટનાની વિગત મુજબ શનિવારે સાંજે લગભગ 6 વાગ્યે રામપુર નજીક જગતખાના વિસ્તારમાં અચાનક વાદળ ફાટવાની ઘટનામાં ભારે તબાહી મચી ગઈ છે. સ્થાનિકોના મતે કુદરતી આફતને કારણે પૂર આવ્યું હતું.જેના કારણે અનેક વાહનો તણાઈ ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ લગભગ 10 વાહનો પાણીમાં તણાઈ ગયા હોવાની આશંકા છે.

Reporter:

Related Post