સાવલી : તાલુકાના પરથમપુરા ગ્રામ પંચાયતના હસ્તકમાં આવતા ખાંડી જાલમપુરા વિસ્તારમાંથી પસાર થતી મહી નદીમાં મોટાપાયે ચાલતા ગેરકાયદે રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગે દરોડા પાડતા રેતી માફિયાઓમાં દોડધામ મચી ગઇ હતી.
જો કે તંત્ર દ્વારા ડમ્પરો, ટ્રેક્ટરો, લોડર સહિત આશરે ૨.૬૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સાવલી તાલુકામાંથી પસાર થતી મહી નદીમાં ગેરકાયદે રેતી ઉલેચવા માટે રેતી માફિયાઓને મોકળું મેદાન મળી જતું હોય તેમ બિન્ધાસ્ત રેતીનું ખનન કરી રહ્યા છે.
પરથમપુરા ગામ પાસે ખાંડી જાલમપુરામાં ફાળવવામાં આવેલી લીઝની બહાર ગેરકાયદે રેતીનું ખનન ચાલે છે તેવી ફરિયાદ છેક ગાંધીનગર સુધી ગઇ હતી.દરમિયાન ફ્લાઇંગ સ્ક્વોડ તેમજ વડોદરા ખાણ ખનિજની ટીમે દરોડા પાડતા રેતી માફિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. સ્થળ પરથી ૨ મશિન, ૨ લોડર, ૮ ડમ્પર અને ૯ ટ્રેક્ટરો મળી કુલ ૨.૬૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Reporter: admin