News Portal...

Breaking News :

પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સહિતના વર્ગોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 10 ટકા EWS અનામત લાગુ કરવાની માંગ સાથે આંદોલનનાં મંડાણ કર્યા

2026-01-18 11:48:01
પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સહિતના વર્ગોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 10 ટકા EWS અનામત લાગુ કરવાની માંગ સાથે આંદોલનનાં મંડાણ કર્યા



અમદાવાદ : ગુજરાતમાં મહાનગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગે તે પહેલાં જ અનામતનો મુદ્દો ફરી એકવાર રાજ્ય સરકાર માટે પડકારરૂપ બની રહ્યો છે. 

પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સહિતના બિન-અનામત વર્ગોએ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 10 ટકા EWS (આર્થિક રીતે નબળા વર્ગો) અનામત લાગુ કરવાની માંગ સાથે આંદોલનનાં મંડાણ કર્યાં છે.


શું છે મુખ્ય માંગણીઓ?


પાટીદાર નેતા વરુણ પટેલ અને અન્ય સામાજિક આગેવાનોએ સરકાર સામે મુખ્યત્વે બે મુદ્દાઓ રજૂ કર્યા છે.EWS અનામતનો અમલ: પાલિકા-પંચાયતની ચૂંટણીઓમાં બિન-અનામત વર્ગના તેજસ્વી અને આર્થિક રીતે નબળા ઉમેદવારોને તક મળે તે માટે 10 ટકા અનામતની જોગવાઈ કરવી.OBC અનામતનું સરળીકરણ: રાજ્ય સરકારે OBC અનામત 10 ટકાથી વધારીને 27 ટકા કરી છે, પરંતુ આગેવાનોની માંગ છે કે જ્યાં OBC વસ્તી વધુ હોય ત્યાં જ ૨૭ ટકાનો અમલ કરવો. જ્યાં વસ્તી નહિવત હોય ત્યાં બેઠકો અન્ય વર્ગ માટે ખુલ્લી રાખવી જોઈએ.

Reporter: admin

Related Post