રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે પ્રચાર શરુ થઇ ગયો છે ત્યારે કરજણ નગરપાલિકાની ચૂંટણી માટે પણ રાજકીય પક્ષોએ તૈયારી પૂર્ણ કરી લીધી છે.

કરજણ નગરપાલિકા જીતવા માટે ભાજપે કમર કસી છે અને તે માટે વડોદરા શહેર પ્રમુખ ડો. વિજય શાહને જવાબદારી સોંપવામાં આવી છે. કરજણ નગરપાલિકા જીતવા માટે વડોદરાની ટીમને સંગઠને કામે લગાડી છે. એક તરફ હજું વડોદરા શહેર ભાજપના નવા પ્રમુખનું કોકડું ગૂંચવાયેલું છે અને હજું નવા શહેર પ્રમુખની જાહેરાત કરાઇ નથી અને બીજી તરફ કરજણ નગરપાલિકાની ચૂંટણી પણ માથે છે જેથી ભાજપ સંગઠન દ્વારા કરજણ નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે વડોદરા શહેર ભાજપ સંગઠનને જવાબદારી સોંપવામાં આવી છે અને શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહને ખાસ જવાબદારી સોંપી છે
જેથી હવે જ્યાં સુધી નગરપાલિકાઓની ચૂંટણી નહીં પતે ત્યાં સુધી નવા શહેર ભાજપ પ્રમુખની જાહેરાત નહી કરાય તે નક્કી છે. 20 ફેબ્રુઆરી પછી થી અને શિવરાત્રી પહેલા નવા પ્રમુખની જાહેરાત થઇ શકે તેવી શક્યતા છે. સુત્રોએ કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થતાં સંગઠન દ્વારા નવા પ્રમુખની જાહેરાત કરવાનું મુલતવી રખાયું છે બાકી શહેર પ્રમુખ કોણ બનશે તેનું નામ નક્કી પણ થઇ ગયું છે અને માત્ર જાહેરાત જ કરવાની બાકી છે ત્યારે શિવરાત્રી પહેલા અને 20 તારીખ પછી ગમે ત્યારે શહેર પ્રમુખની જાહેરાત કરાઇ શકે છે.
Reporter: admin