વડોદરા : ૧૪૪ વર્ષે આવેલા મહાકુંભમાં અત્યાર સુધી ૫૫ કરોડથી વધારે સનાતનીઓએ સ્નાન કરીને ધન્યતા અનુભવી છે
ત્યારે શહેરના યુવાને પ્રયાગરાજ ખાતે સ્નાન કરીને યુવાનો માટે પ્રાર્થના કરી છે. જે વિશે માહિતી આપતા શહેરના એક્ટર અને મોડેલ રોમિલ પટેલે જણાવ્યું હતું કે, પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કર્યું અને ધન્યતાનો અનુભવ કર્યો છે.
આ સાથે સ્નાન કરતી વખતે મેં પ્રાર્થના કરી કે, હાલના યુવાનો પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવમાં આવીને પોપ કલ્ચરને અપનાવી રહ્યા છે ત્યારે યુવાનો ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલા રહે અને સનાતનના પ્રચારમાં તેઓ અચૂક યોગદાન આપે.
Reporter: admin