દિલ્હી : ભારત વિરુદ્ધ ચીનનું ‘ગુપ્ત યુદ્ધ’રહ્યું છે, ત્યારે ચીનનું ગુપ્તચર નેટવર્ક રાજ્ય સુરક્ષા મંત્રાલય (MSS) અને પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સુરક્ષા સંતુલન બદલી રહ્યા છે.
ચીન-પાકિસ્તાન જોડાણ હવે વ્યૂહાત્મક ભાગીદારીમાં ફેરવાઈ ગયું છે. આવી સ્થિતિમાં, ચીન પાકિસ્તાનની મદદથી બાંગ્લાદેશનો ઉપયોગ કરીને પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ મળીને ભારત સામે ખતરનાક જોડી બની રહ્યા છે.ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની બોર્ડર સાથે ભારતીય બોર્ડર જોડાયેલી છે, ત્યારે જો ભારતીય બોર્ડર પર કોઈપણ પ્રકારની હલચલ થાય તો ભારતને એક સાથે ત્રણ સામનો કરવો પડશે. એટલું જ નહીં, પરંતુ વર્તમાનમાં ચીન એટલું મજબૂત થઈ ગયું છે કે, મ્યાનમાન બોર્ડર પર પણ ભારત માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
આ ઉપરાંત, માલદીવની મદદથી તેઓ દક્ષિણ હિંદ મહાસાગરમાં ભારતની સમસ્યાઓ પણ વધારી શકે છે. આ બધું ફક્ત ભારત માટે જ નહીં, પણ અમેરિકા માટે પણ સહન કરવું મુશ્કેલ થઈ શકે છે.અમેરિકી અધિકારીઓ પણ વૈશ્વિક ભૂ-રાજનીતિમાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટીને સૌથી મોટો ખતરો માને છે. ચીનની ગુપ્તચર કામગીરી હવે પાકિસ્તાનથી આગળ વધીને બાંગ્લાદેશ સુધી ફેલાઈ રહી છે. નિષ્ણાતો માને છે કે, આ પ્રવૃત્તિઓના પ્રમાણને જોતાં, ભારતે આ ઉભરતા સુરક્ષા પડકારનો સામનો કરવા માટે સતર્ક અને સક્રિય રહેવું જોઈએ. આ જોખમો ફક્ત જમીનની સરહદો પર જ દેખાઈ રહ્યા નથી, પરંતુ તેમની ગતિવિધિઓ સમુદ્રમાં પણ જોવા મળી રહી છે. હાલમાં પાકિસ્તાન ભારતમાં ડ્રગ્સની દાણચોરીનો સૌથી મોટો સ્ત્રોત છે. આ ઉપરાંત, પાકિસ્તાનમાં ગેરકાયદેસર હથિયારો પહોંચાડવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે.
Reporter: admin