વોશિંગ્ટન : ચીને ટ્રમ્પના ટેરિફ યુદ્ધનો જવાબ આપતા અમેરિકન પ્રોડક્ટ્સ પર વધારાના 34 ટકાનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ચીનનો આ ટેરિફ 10 એપ્રિલથી લાગુ થશે.
આ ઉપરાંત અમેરિકા તરફથી વેપારી ભાગીદારો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવવામાં આવતા ચીને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO)માં ફરિયાદ પણ નોંધાવી છે.ચીને અમેરિકન પ્રોડક્ટ્સ પર 34 ટકા ટેક્સ લગાવવાની જાહેરાત કરી હતી. હવે આ અંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પની પ્રતિક્રિયા સામે આવી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર એક પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘ચીન ડરી ગયું છે અને ખોટા પગલાં ભરી રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે, ‘ચીન ડરીને ખોટા પગલાં ભરી રહ્યું છે. આ એક એવી બાબત છે જે તેઓ સહન નથી કરી શકતા.’ આ ઉપરાંત બીજી એક પોસ્ટમાં ટ્રમ્પે અમેરિકન સ્ટોક માર્કેટની સ્થિતિ વિશે કહ્યું કે, ‘વર્લ્ડ ટ્રેડવોરના લીધે શેર બજાર પર પડી રહેલી ગંભીર અસરના દાવાઓ ખોટા છે. અમેરિકામાં મોટી સંખ્યામાં રોકાણ થઇ રહ્યું છે. મારી નીતિઓ બદલાશે નહીં, આ જ તક છે વધુ ને વધુ ધનિક બનવાની.’
Reporter: admin