છોટાઉદેપુર લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તો સમગ્ર જિલ્લા તંત્ર અલગ અલગ ચૂંટણી લક્ષી કામગીરીમા છે. તેવામાં નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે ઉપર વાહનોની અવર જવર રહેતી હોય છે. છોટાઉદેપુર જિલ્લા તંત્ર ચૂંટણી લક્ષી કોઈ પણ રકમ જિલ્લામા આવે અને પકડાય તે હેતુથી સમગ્ર જિલ્લામા અલગ અલગ હાઇવે રોડ પર એસ એસ ટીની ટીમો ચેકપોસ્ટ ઉપર કાર્યરત કરાઈ છે. નસવાડીના ધામસિયા ચેકપોસ્ટ ઉપર પોલીસ સાથે તાલુકાના અધિકારી કર્મચારીઓને સતત વાહન ચેકિંગની જવાબદારી સોંપવામાં આવી છે. પોલીસ સાથે અધિકારી કર્મચારી ગમે તે વાહન આવે તેને દરેક રીતે ચેકિંગ કરે છે. રાતથી સવાર સુધી એકધારી વાહનનું ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના પોલીસ વિભાગ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ચેકપોસ્ટની અડધી રાત્રે પણ ઓચિંતી મુલાકાત લઈ રહ્યા છે.
Reporter: News Plus