આગામી લોકસભા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ આજે ચકાસણી રાખવામા આવી હતી. જેમાં 5 ઉમેદવારી ફોર્મ રદ થતાં કુલ 13 ફોર્મ માન્ય કરવામાં આવ્યા છે. એટલે કે 6 ઉમેદવારોના 13 ફોર્મ માન્ય રાખતા હાલ 6 ઉમેદવારો મેદાનમાં બચ્યા છે.
આગામી લોકસભા ચૂંટણી માટે છોટા ઉદેપુર બેઠક પર ઉમેદવારીપત્ર ભરવાના દીવસો દરમિયાન કુલ 18 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાંથી આજરોજ ચકાસણી હાથ ધરતા 5 ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે. જ્યારે 13 ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસો દરમીયાન 1 અપક્ષ, 4 ભાજપ, 4 કોંગ્રેસ, 2 બહુજન સમાજ પાર્ટી, 1 ભારતીય બહુજન કોંગ્રેસ, 1 માલવા ગ્રેસ, 1 ભારતીય આદિવાસી પાર્ટી અને 2 ભાજપા (ડમી), 2 કોંગ્રેસ (ડમી) ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવ્યા હતા. આજરોજ ચૂંટણી અધીકારી દ્વારા ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપ તથા કોંગ્રેસના ડમી મળી કુલ 4 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. જ્યારે ભારતીય આદીવાસી પાર્ટીના ઉમેદવારનું ફોર્મ એફિડેવિટ ક્ષતિ હોવાને કારણે રદ કરવામાં આવતા કુલ 5 ઉમેદવારીપત્રો રદ કરવામાં આવ્યા હતા. હવે કુલ 6 ઉમેદવારો લોકસભા ચૂંટણી મેદાનમાં રહેતા ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે.
ચૂંટણી અધીકારી દ્વારા આજરોજ ચકાસણી કર્યાબાદ 6 ઉમેદવારોના 13 ફોર્મ માન્ય ઠર્યા છે. જે ઉમેદવારોના નામ નીચે મુજબ છે.
1) મુકેશભાઇ નુરાભાઈ રાઠવા અપક્ષ
2) રણછોડભાઇ તડવી ભારતીય બહુજન કોંગ્રેસ
3) જશુભાઇ ભીલુભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટી (4 ફોર્મ)
4) સુખરામભાઇ હરીયાભાઇ રાઠવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (4 ફોર્મ)
5) ફુરકનભાઈ બલજીભાઈ રાઠવા માલવા કોંગ્રેસ
6) સોમાભાઇ ગોકળભાઈ ભીલ બહુજન સમાજ પાર્ટી (2 ફોર્મ)
Reporter: News Plus