News Portal...

Breaking News :

૨૯૦ જેટલા વીજ જોડાણોનું ચેકિંગ ૮.૨૫ લાખની વીજ ચોરી ઝડપાઈ

2025-01-24 16:33:43
૨૯૦ જેટલા વીજ જોડાણોનું ચેકિંગ ૮.૨૫ લાખની વીજ ચોરી ઝડપાઈ


વડોદરા : શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં થઈ રહેલી બેફામ વીજ ચોરી ચાલુ છે. તેના કારણે મધ્ય ગુજરાત વીજ કંપનીએ ફરી એક વખત વીજ ચોરી પકડવા માટે ચેકિંગ શરુ કરવું પડયું છે.


મળતી વિગતો પ્રમાણે વીજ કંપનીની ટીમો દ્વારા આજે બરાનપુરા, વાડી, જહાંગીરપુરા, ગોયાગેટ, સોમા તળાવ, પાંજરીગર મહોલ્લો, મહાવત ફળિયું, , ગેંડા ફળિયું, રાવત શેરી, અલિફ નગર, હાથીખાના, નવાપુરા, મહેબૂબપુરા, ખારવાવાડ, કહાર મહોલ્લો અને કેવડાબાગ વિસ્તારમાં ૨૯૦ જેટલા વીજ જોડાણોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં વીજ ચોરીના ૧૯ મામલા તેમજ ગેરરીતિના આઠ કેસ સામે આવ્યા હતા.કુલ મળીને ૮.૨૫ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી અને આ તમામ મામલામાં વીજ કંપનીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પહેલા તા.૨૧ જાન્યુઆરીએ પણ બાવામાનપુરા, કાગડા ચાલ, પાણીગેટ શાક માર્કેટ, નાલબંધવાડા અને આસપાસના વિસ્તારમાં ૩૫૦ વીજ જોડાણોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં પણ વીજ ચોરીના ૧૦ કેસ  ઝડપાયા હતા અને ૬.૭૦ લાખ રુપિયાની વીજ ચોરી પકડાઈ હતી.સૂત્રોનું કહેવું છે કે, વીજ ચોરી પકડવા માટે આગામી દિવસોમાં પણ વીજ કંપનીનું અભિયાન ચાલુ રહેશે.જરુર પડશે તો વ્યાપક સ્તરે ચેકિંગ કરવા માટે મોટા પાયે કર્મચારીઓની ટીમો ઉતારવામાં આવશે.

Reporter: admin

Related Post