News Portal...

Breaking News :

તમામ રાજ્યોને સાયબર કમાન્ડોની વિશેષ શાખા સ્થાપવા કેદ્ર સરકારનો નિર્દેશ

2024-10-27 09:05:21
તમામ રાજ્યોને સાયબર કમાન્ડોની વિશેષ શાખા સ્થાપવા કેદ્ર સરકારનો નિર્દેશ


નવી દિલ્હી : ગૃહ મંત્રાલયે  એક એડવાઈઝરી જારી કરીને તમામ રાજ્યોને સાયબર કમાન્ડોની વિશેષ શાખા સ્થાપવા વિનંતી કરી હતી. 


આ પહેલ ગયા અઠવાડિયે ભારતીય એરલાઇન્સને નિશાન બનાવતા 100 થી વધુ નકલી બોમ્બની ધમકીઓના જવાબમાં કરવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને ભારે અસુવિધા અને એરલાઇન્સને નાણાકીય નુકસાન થયું હતું. આમાંની મોટાભાગની ધમકીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરના એકાઉન્ટ્સમાં ટ્રેસ કરવામાં આવી હતી જે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક્સ અથવા ડાર્ક વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરે સાયબર સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા અને આવા જોખમો સામે રક્ષણ આપવાની તાત્કાલિક જરૂરિયાતને માન્યતા આપી હતી.


જાણકારી મુજબ, ફેક બોમ્બ ધમકી મામલે સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.ફ્લાઇટમાં બોમ્બ હોવાના ફેક કોલ્સમાં વધારો થયો છે. વિમાનોમાં મળી રહેલી બોમ્બ ધમકીઓને લઈ આઈટી મંત્રાલયે એક એડવાઇઝરી જાહેર કરી છે અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પાસેથી મદદ માંગવામાં આવી છે. જાણકારી મુજબ, મંત્રાલયે આ મુદ્દાને ઉકેલવા માટે એક્સ, મેટા તથા અન્ય પ્લેટફોર્મનો સંપર્ક કર્યો છે.

Reporter: admin

Related Post