ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. અને યોગની સામાન્ય નાગરિક સુધી જાગૃતતા લાવવા હેતુ કોમન યોગ પ્રોટોકોલ ના કાર્યક્રમ કરી રહ્યું છે. આ જ હેતુને પ્રબળ બનાવવા માટે તા. ૧૪ એપ્રિલ ૨૦૨૪, રવિવારના રોજ સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ કલાકે મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ, નિઝામપુરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના રાજ્ય કોઓર્ડીનેટર શ્રી રાજેશભાઈ પંચાલ, ઝોન કોઓર્ડીનેટર ડૉ. જયનાબેન પાઠક, વડોદરા મહાનગર પાલિકા અને જિલ્લાના કોઓર્ડીનેટર શ્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, ડૉ. મીનાક્ષીબેન પરમાર અને શ્રી સુનીલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાવાનો છે.
આ કાર્યક્રમના આયોજક યોગ કોચ અશ્વિનીબેન મનોહર, યોગ કોચ જીજ્ઞાબેન શાહ અને સમસ્ત યોગ ટ્રેનર તથા યોગ સાધક છે. આ શિબિરમાં આશરે ૩૦૦-૩૫૦ યોગ સાધકો ભાગ લેવાના છે. આ જાગૃતિ કાર્યક્રમમાં સહુ શહેરી નગરજનોનેને આવવા હાર્દિક આમંત્રણ છે.
Reporter: