News Portal...

Breaking News :

ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર પર્વની માનવતા અને કોમી એકતાના સંદેશ સાથે ઉજવણી

2026-03-21 13:04:22
ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર પર્વની માનવતા અને કોમી એકતાના સંદેશ સાથે ઉજવણી


વડોદરામાં ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર પર્વે સ્થાનિક અગ્રણીએ માનવતા અને સામાજિક સમરસતાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. 


તેમણે જણાવ્યું કે ઈદની સાચી ઉજવણી ત્યારે જ ગણાય જ્યારે 'ઝકાત' (દાન) દ્વારા સમાજના ગરીબમાં ગરીબ વ્યક્તિના ચહેરા પર ખુશી લાવી શકાય.તેમણે ભારપૂર્વક કહ્યું કે ધર્મ અને કર્મ અલગ છે; જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલી એકબીજાની સેવામાં સહભાગી થવું એ જ સાચું કર્મ છે. 


ભારત ત્યારે જ મજબૂત બનશે જ્યારે તમામ ધર્મના લોકો એકતા સાથે રહી હળીમળીને તહેવારો ઉજવશે. રાષ્ટ્રની પ્રગતિ માટે કોમી એકતા અનિવાર્ય હોવાનું જણાવી તેમણે સૌને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી

Reporter: admin

Related Post