નવી દિલ્હી: ચૂંટણી પંચે મહારાષ્ટ્ર, ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી અને પેટાચૂંટણીમાં દારૂ, ડ્રગ્સ અને કિંમતી ધાતુઓ સહિત 558 કરોડ રૂપિયાની રોકડ અને ફ્રીબીઝ સામાન જપ્ત કર્યો હતો.
ચૂંટણી પંચે આજે જણાવ્યું હતું કે ઈલેક્શન કમિશનની કાર્યવાહી દરમિયાન કુલ જપ્ત કરાયેલા સામાનમાં 40 ટકાથી વધુ હિસ્સો ફ્રીબીઝનો છે.ચૂંટણી પંચે આજે કહ્યું હતું કે ચૂંટણીની જાહેરાત બાદથી માત્ર મહારાષ્ટ્રમાં જ કાર્યવાહીમાં લગભગ 280 કરોડ રૂપિયા મળી આવ્યા છે. ઝારખંડમાંથી અત્યાર સુધીમાં 158 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.‘ઇલેકશન સીઝર મેનેજમેન્ટ સિસ્ટમ (ઇએસએમએસ)’ સાથે ઇન્ટરસેપ્શન અને જપ્ત કરાયેલ સામાનની રીયલ ટાઇમ રિપોર્ટિંગને કારણે ચૂંટણી પંચ અને એજન્સી દ્વારા ખર્ચની દેખરેખ પર નિયમિત અને ચોક્કસ સમીક્ષા કરી છે.
મહારાષ્ટ્રમાં 110 વિધાનસભાના મતવિસ્તાર પર દેખરેખ રાખવામાં આવી રહી છે, જ્યારે ઝારખંડમાં 19 બેઠકને ખર્ચ મામલે સંવેદનશીલ નક્કી કરવામાં આવી છે.2019ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં બંન્ને ચૂંટણી રાજ્યોમાં સંયુક્ત રીતે જપ્ત કરાયેલ રકમમાં 3.5 ગણો વધારો થયો છે, જ્યારે મહારાષ્ટ્રમાં 103.61 કરોડ રૂપિયા જપ્ત કરાયા હતા જ્યારે ઝારખંડમાં તે 18.76 કરોડ રૂપિયા હતા. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે તમામ જિલ્લા સાથે નિયમિત ફોલો અપ્સ અને સમીક્ષાઓ, માહિતી ટેકનિકનો ઉપયોગ અને ચોક્કસ ડેટાનું અર્થઘટન અને એજન્સીઓની સક્રિય ભાગીદારીને લીધે જપ્ત સામાનમાં નોંધપાત્ર વધારો થયો છે.
Reporter: admin