News Portal...

Breaking News :

ગલતેશ્વર મહાદેવ મંદિર નજીક તાપી નદીમાંથી ત્રણ સભ્યોના મૃતદેહ મળ્યા

2025-04-18 13:29:02
ગલતેશ્વર મહાદેવ મંદિર નજીક તાપી નદીમાંથી ત્રણ સભ્યોના મૃતદેહ મળ્યા


સુરત :કામરેજ વિસ્તારમાં આજે સવારે એક હચમચાવતી ઘટના સામે આવી છે. ગલતેશ્વર મહાદેવ મંદિર નજીક તાપી નદીમાંથી ત્રણ સભ્યોના મૃતદેહ મળ્યા છે. પોલીસે ઘટનાને હૃદયદ્રાવક ઘટનાની સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. 


સુરતથી પાંચ વ્યક્તિઓ અહિં ફરવા માટે આવ્યા હતાં. જેમાંથી એક જ પરિવારના 3 લોકોના મોતથી આ ઘટનાને દુર્ઘટનાની સાથે સાથે સામૂહિક આપઘાતની દ્રષ્ટીએ પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, તાપી નદીમાંથી મળેલા મૃતદેહોમાં પિતા વિપુલ રવજીભાઈ પ્રજાપતિ (ઉ.વ. લગભગ ૩૮ વર્ષ), માતા સરિતાબેન વિપુલભાઈ પ્રજાપતિ (ઉ.વ. ૩૫ વર્ષ) અને તેમનો પુત્ર વ્રજ પ્રજાપતિ (ઉ.વ. ૮ વર્ષ)નો સમાવેશ થાય છે. 


પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે ત્રણેયે ગળતેશ્વર મંદિર પાસેના બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હતો.મૃતક પરિવાર મૂળ સૌરાષ્ટ્રનો વતની હતો પરંતુ હાલ સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતો હતો. આસપાસના લોકોને પરિવારની આ દુઃખદ ઘટના જાણ થતાં સમગ્ર વિસ્તારમાં શોકનું માહોલ છવાઈ ગયો છે. પાડોશીઓ જણાવે છે કે પરિવાર છેલ્લા કેટલાક મહિનાઓથી આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હતો.

Reporter: admin

Related Post