News Portal...

Breaking News :

સાવલી ના મંજુસર ખાતે આવેલ સાવલી જી આઈ ડી સી ઇન્ડàª

2024-12-09 19:53:59
સાવલી ના મંજુસર ખાતે આવેલ સાવલી જી આઈ ડી સી ઇન્ડàª



સાવલી જી આઈ ડી સી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સયાજી બ્લડ બેન્કના સૌજન્ય થી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું


જેમાં મોટી સંખ્યામાં જીઆઇડીસી ના કામદારો એસોસિએશનનાના હોદ્દેદારો અને સૌ ઔદ્યોગિક કારો તેમજ કામદારો દ્વારા ભારે ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ જય શર્માએ જણાવ્યું હતું કે સાવલી તાલુકા માં મોટાભાગની ગરીબ વસ્તી આવેલી છે અને જીઆઇડીસી ની કંપનીઓમાં હજારો કામદારો કામ કરે છે તેવામાં મેડિકલ ઇમરજન્સી વેળાએ કામદાર તેમજ તેના પરિવારને બ્લડની જરૂર પડે છે અને તે વેળાએ ભારે મુશ્કેલી સર્જાય છે


તો આ મુશ્કેલીને નિવારવા માટે અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પોતાની મૂળભૂત ફરજ ના ભાગરૂપે આવા કેમ્પોનું આયોજન કરે છે અને જરૂરિયાત મંદોને નિશુલ્ક બ્લડ મળે તે માટે તત્પર રહે છે આ વેળાએ પ્રસંગિક પ્રવચનમાં હેમાંગ જોશી એ જીઆઇડીસી એસોસિએશન નો આભાર વ્યક્ત કર્યો હતો અને પ્રજાલક્ષી કામ કરવા માટે તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા સાથે સાથે જીઆઇડીસી માં 40 કરોડના ખર્ચે નવીન બનનાર રોડનું તેમજ રીસર્ફેસિંગ નું ખાતમુર્હૂત કર્યું હતું આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ જે કે શર્મા ઉપપ્રમુખ મયુર પટેલ અને સેક્રેટરી ભરતભાઈ પટેલ સહિત હોદ્દેદારો હાજર રહ્યા હતા 

Reporter: admin

Related Post