News Portal...

Breaking News :

સાવલી ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રફુલસિંહ સોલંકીનું આત્મહત્યા કરી મોત, પરિવારના પોલીસ પર ગંભીર આક્ષેપ

2026-06-14 10:16:07
સાવલી ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રફુલસિંહ સોલંકીનું આત્મહત્યા કરી મોત, પરિવારના પોલીસ પર ગંભીર આક્ષેપ


સાવલી ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રફુલસિંહ સોલંકીનું આત્મહત્યા કરી મોત, પરિવારના પોલીસ પર ગંભીર આક્ષેપ



સાવલી તાલુકામાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ધનતેજના રહેવાસી પ્રફુલસિંહ (પ્રફુલ પર્વતસિંહ) સોલંકીએ પોતાના નિવાસસ્થાને રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું હતું . ઘટનાની જાણ થતાં પરિવારજનો, ભાજપ કાર્યકરો અને સ્થાનિક લોકોમાં શોકની લાગણી પ્રસરી છે.પ્રાથમિક માહિતી મુજબ, પ્રફુલસિંહ સોલંકી છેલ્લા કેટલાક દિવસોથી ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું . આત્મહત્યાની ઘટના બાદ પરિવારજનોએ તાત્કાલિક ડેસર પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.ઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા . ડેસર પોલીસ મથકના કેટલાક કર્મચારીઓ દ્વારા પ્રફુલસિંહને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ કારણે તેઓ ભારે દબાણમાં રહેતા હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું છે.મૃતકના પિતાએ ખાસ કરીને ડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા કેટલાક બીટ જમાદારો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. 

તેમના જણાવ્યા મુજબ, તેમના પુત્રને ખોટી રીતે હેરાન કરવામાં આવતો હતો અને વિવિધ મુદ્દાઓને લઈને દબાણ કરવામાં માં આવતું હતું. મૃતકના પિતાના કહેવા પ્રમાણે, સ્થાનિક સ્તરે રાજકીય અને ચૂંટણી સંબંધિત અદાવતને કારણે પણ તેમના પુત્ર સાથે વિવાદો થતા હતા.પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે “તું ભાજપને સપોર્ટ કરતો હતો” જેવા મુદ્દાઓને લઈને પ્રફુલસિંહ સાથે વારંવાર ઝઘડા અને મતભેદો ઉભા કરવામાં આવતા હતા. સતત ચાલતા માનસિક દબાણ, હેરાનગતિ અને તણાવના કારણે જ તેમના પુત્રએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું પરિવાર દાવો કરી રહ્યું છે.ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાવલી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે ખસેડવામાં આવ્યો છે. તબીબી ટીમ દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ મોતના ચોક્કસ કારણો અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.હાલ સમગ્ર મામલે પરિવારજનોએ લગાવેલા આક્ષેપોને લઈને પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જેથી આક્ષેપોની સત્યતા અંગે તપાસ બાદ જ ચિત્ર સામે આવશે. પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવાર જનો એ જ્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં લે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો  સ્થાનિક લોકોમાં પણ ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે. હવે સૌની નજર પોલીસ ફરિયાદ અને તપાસ, ઉપર કેન્દ્રિત થઈ છે.શરીરમાં: પ્રફુલ સોલંકી એ કરેલ આત્મહત્યા બાદ ની તસ્વીરો તેમજ મૃતક ની ફાઈલ તસવીર નજરે પડે છે

Reporter: admin

Related Post