વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય માસિક રેડિયો કાર્યક્રમ *‘મન કી બાત’*નું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું.

બૂથ પ્રમુખ મહેશભાઈના નિવાસસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીત કરતાં ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે વડાપ્રધાને આજના સંબોધનમાં દેશના વિવિધ પ્રેરણાદાયી અને સામાજિક મહત્વના વિષયો પર પ્રકાશ પાડ્યો હતો. જેમાં 100 મીટર સ્પ્રિન્ટમાં નોંધાયેલા નેશનલ રેકોર્ડ, ઉનાળાની ઋતુમાં કોલ્ડ ડ્રિંક્સના બદલે આમ પન્ના જેવા સ્વદેશી પેય અપનાવવાનો સંદેશ તેમજ 15 હજારથી વધુ બાળકોને તાલીમ આપતી સ્વિમિંગ ક્લબના ઉલ્લેખનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વડાપ્રધાનના પ્રયાસોથી નેધરલેન્ડમાંથી ચોલ સામ્રાજ્યના આશરે 1500 વર્ષ જૂના તામ્રપત્રો ભારત પરત લાવવાના ઐતિહાસિક નિર્ણયને પણ ભાજપના આગેવાનોએ આવકાર્યો હતો. ઉપસ્થિત કાર્યકરોએ જણાવ્યું હતું કે ‘મન કી બાત’ કાર્યક્રમ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને જનજાગૃતિ ફેલાવવા માટે મહત્વપૂર્ણ માધ્યમ બન્યો છે.




Reporter: admin







