હરિયાણા 2024 વિધાનસભા ચૂંટણી માટે 5 ઓક્ટોબરે મતદાન થયું હતું. એવામાં હવે તમામ બેઠકો પર મતદાનની ગણતરી આજે એટલે કે 8 ઓક્ટોબરના રોજ સવારે 8 વાગ્યે શરૂ થયા છે.
ચૂંટણી પરિણામોમાં જિંદ જિલ્લાની જુલાના બેઠક સૌથી વધુ ચર્ચામાં છે. કારણ કે અહીંથી વિનેશ ફોગાટ ચૂંટણી લડી હતી. હરિયાણામાં આશરે 66.02 ટકા મતદાન થયું હતું. બપોરે ૧૨ વાગે ભાજપ ૪૯ અને કોંગ્રેસ ૩૫ બેઠકો પર આગળ છે.હરિયાણા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. હાલના વલણો અનુસાર હરિયાણામાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે.હરિયાણામાં શહેરી બેઠકો પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. 30 શહેરી બેઠકોમાંથી 21 પર ભાજપ આગળ છે.
લગભગ 70 ટકા શહેરી મતદારો ભાજપ સાથે જોવા મળે છે. કોંગ્રેસ માત્ર 7 શહેરી બેઠક પર આગળ છે.પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર ભૂપિન્દર સિંહ હુડ્ડાનું કહેવું છે કે, 'વર્તમાન વલણ અનુસાર કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે. પાર્ટી હાઈકમાન્ડ મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરશે. કોંગ્રેસ પોતાની બહુમતી લાવશેતો આનો શ્રેય રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના તમામ નેતાઓ અને હરિયાણાના લોકોને જશે.'
Reporter: admin