સુરતી લોચો બનાવવા માટેની સામગ્રી માટે એક વાડકી ચણાનો લોટ, એક ચમચી ક્રશ કરેલ લીલા મરચા, ચપટી હળદર, જરૂર પ્રમાણે મીઠુ અને પાણી, ખાવાનો સોડા, એક ચમચી જીરા પાવડર, ચપટી સંચર, ચપટી મરી પાવડર, એક ચોપ કરેલ ડુંગળી, જીણી સેવ, બે થી ત્રણ ચમચી માખણ જરૂરી છે.
એક વાડકી ચણાની દાળ પલાળો, હવે તેમાં ચણાનો લોટ અને મીઠુ ઉમેરી મિક્સ કરો. હવે તેમાં ખાવાનો સોડા અને હળદર રાખી રહેવા દો. હવે ગોટાનાં લોટ જેવું ખીરું બનાવો. તેમાં મરચાની પેસ્ટ અને હળદર ઉમેરો. હવે ઢોકળાનાં કુકરમાં પાણી ઉમેરી ઉપર ઢોકળાની ડીશ તેલવાળી કરી ખીરું પાથરી દો. અને બાફવા મુકો.
દસ મિનિટ પછી બફાઈ જાય એટલે ઉતારી તેમાં પીસ કરી માખણ રેડી ડુંગળી અને જીણી સેવ ભભરાવી દો. હવે વાડકીમાં લાલ મરચું, સંચર, જીરું, મરી અને મીઠુ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. અને જરૂર પ્રમાણે મસાલો ઉમેરો અને પીરસી લો.
Reporter: admin