રાજપીપળા: ભાજપનો ઐતિહાસિક વિજય: કોંગ્રેસ-AAPના સુપડા સાફ, આઝાદી પછી પ્રથમવાર કોંગ્રેસ 'ઝીરો' પર સમેટાઈ ગયા હતા.
નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળામાં ભાજપે જીતનો નવો ઇતિહાસ રચ્યો છે. રાજપીપળા નગરપાલિકાની સ્થાપના બાદ આ ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી અને ભવ્ય જીત માનવામાં આવી રહી છે.
રાજપીપળા નગરપાલિકાની કુલ 28 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવી છે.
કુલ બેઠકો: 28
ભાજપ: 25 બેઠકો (2 બિનહરીફ + 23 જીતેલી બેઠકો)
અપક્ષ: 03 બેઠકો
કોંગ્રેસ: 00 બેઠક
AAP: 00 બેઠક
રાજપીપળાના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ એવી ઘટના છે જ્યારે કોંગ્રેસ 0 પર સમેટાઈ ગઈ છે. એક સમયે મજબૂત ગણાતી કોંગ્રેસના તમામ ઉમેદવારોનો પરાજય થયો છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP) પણ અહીં પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહી છે.
Reporter:







