વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના સાનિધ્યમાં નિત્ય વચનામૃત, હરિનામ સંકીર્તનનો પ્રારંભ તેમજ હિંડોળા દર્શનનું આયોજન થયું છે.
વરસાદી ઝરમર વચ્ચે માંજલપુરના વ્રજધામ સંકુલમાં હરિનામ સંકીર્તન બાદ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના મુખે થી ભક્તોને ત્રણ 'આર'નું મહત્વ સમજાવાયું હતું. રીત, ઋતુ અને રસમ એ પ્રદેશ પ્રમાણે અલગ હોય છે. પરંતુ માનવ એને સંતુલિત કરતા શીખી જાય તો જીવન સુખી બની જાય છે. જીવનમાં રસમ એટલે કસોટી, સંઘર્ષ. એમ કહી પૂજ્ય એ સમજાવ્યું હતું કે દરેકના જીવનમાં સંઘર્ષ આવે છે. કસોટી થાય છે. પરંતુ પ્રભુ સન્મુખ રહીને તેનો સામનો કરનાર જીતી જ જાય છે. અને એ માટે યાદ રાખવું એ જરૂરી છે કે કોઈ જ વસ્તુ કે વિચાર આપણા જીવનમાં કાયમી નથી હોતી. પરિવર્તન એ જિંદગીનો નિયમ છે.
ઋતુ પરિવર્તન કરે છે એ મુજબ આપણે જીવન જીવીએ છીએ. અને એટલે જ આપણે આગળ વધી શકીએ છીએ. રહી વાત રિવાજની,એ ગુડ શબ્દ છે. રામ અને રાવણ બંને એક જ અક્ષરના છે પરંતુ બંનેના રીત રિવાજ જુદા હતા. એટલે જ અયોધ્યા અને લંકા બંને સમૃદ્ધ હોવા છતાં રામ હતા એટલે અયોધ્યા અધ્યાત્મ નગરી બની જ્યારે લંકા ડૂબી ગઈ. એટલે જ કહેવાય છે કે જીવનમાં આગળ વધવા લોભ સારો, લોભ ગ્રસ્ત થવું સારું નહીં. ભગવાનને સન્મુખ રાખી કાર્ય કરનાર માનવ સંપૂર્ણપણે સંતુલિત અને પ્રફુલિત જીવન જીવી શકે છે એમાં બે મત નથી. ભગવદ સેવામાં પોતાનું યોગદાન આપનાર યુકેના શોભના સતદેવ, દીપેન સતદેવ, વડોદરાના રંજન સંજય શાહ તેમજ મનોરથી પૂજા\ રસિક ઝીંઝુવાડિયા સહિત તમામ ભક્તોને આશીર્વાદ આપ્યા બાદ પ્રભુ સુખાર્થે મનમોહક હિંડોળા મનોરથ દર્શનનો લાભ સૌ ભાવિક જનોએ લીધો હતો.
Reporter: admin