News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર

2024-08-06 14:37:56
આયુર્વેદિક ઉપચાર


જો તમને દાંતનો દુઃખાવો છે તો તમારે દાંતના ડોક્ટરને બતાવવું જોઈએ તે એક સારો ઈલાજ કરી શકશે. પણ દાંતનો દુઃખાવો ક્યારેય પણ થઇ શકે છે, ઘણી વાર દાંતનો દુઃખાવો ખુબ ખરાબ કોઈ પણ સમયે થાય છે જેમ કે રાત્રે, આવા સમયે આપણે દાંતના ડોક્ટર પાસે જઈને સારવાર પણ ન કરાવી શકીએ. અને એમની ફી દરેક ને પોસાય એવી નાં પણ હોય કે એપોઇન્ટમેન્ટ વગેરે ઘણા નાટક હોય છે.એના કરતા ઘરેલું ઈલાજ તમારો સમય  બચાવી શકશે.


દુઃખાવો એટલો વધુ અને પરેશાન કરનારો હોય છે જેના લીધે આપણે સવાર સુધી રાહ પણ જોઈ નથી શકતા. આવા સમયે તમને ખબર હોવી જોઈએ કે કેવી રીતે તમે ઘેર બેઠા તમે થોડી સેકન્ડમાં જ દુખાવામાંથી છુટકારો મેળવી શકો છો.

પહેલો નુસખો
1/2 ચમચી લવિંગનો પાવડર
1/2 ચમચી નારિયેળ નું તેલ
લવિંગમાં eigempl હોય છે જે પણ analgesic ની અસર કરે છે અને નારીયેળ તેલ એન્ટીબેક્ટેરીયલ હોય છે જે દાંતના બેક્ટેરિયાનો નાશ કરી દે છે જે દુખાવાનું કારણ પણ હોઈ શકે છે.
રીત: ઉપર જણાવેલ સામગ્રીને એક સાથે ભેળવીને પેસ્ટ બનાવીને પછી, દાતણ કે ટુથપેસ્ટની મદદથી દુઃખાવા વાળી જગ્યા ઉપર દિવસમાં ત્રણ વાર લગાવવાથી રાહત મળે છે.



બીજો નુસખો :
બાવળના કોલસાને વાટીને કપડાથી ચાળીને ચૂર્ણ બનાવી લો તેમાં એટલા જ પ્રમાણમાં ફટકડી તાવડી ઉપર શેકીને તેનું ચૂર્ણ નાખો, ફટકડી ને તાવડી ઉપર શેકતી વખતે તેનું બધું પાણી ઉડી જશે અને માત્ર ચૂર્ણ જ વધશે. આ ચૂર્ણને અને કોલસાના ચૂર્ણને ભેળવીને દુઃખાવા વાળા ભાગ ઉપર થોડી વાર માટે આંગળીથી લગાવો, થોડી વારમાં દાંતનું બધું ખરાબ પાણી નીકળી જશે અને દાંતના દુખાવામાંથી મુક્તિ મેળવી લેશો. તમે આ મિશ્રણને રોજ દાંત સાફ કરવા માટે મંજન તરીકે ઉપયોગમાં લઇ શકો છો. તેનાથી દાંત મોતી જેવા સાફ થઇ જશે અને ક્યારેય કોઈ રોગ નહી થાય.
ઉપર બતાવ્યા પ્રમાણે ક્રિયાની સાથે જો તમે ચા અને કોફીને છોડી દો તો તમને પરિણામ સો ટકા મળી શકે છે.

Reporter: admin

Related Post