News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : ચા અને કોફી પીવાથી થતા નુકસાન

2025-05-15 13:04:31
આયુર્વેદિક ઉપચાર : ચા અને કોફી પીવાથી થતા નુકસાન


હાઈ બ્લડ પ્રેશર
ચા અને કોફીમાં મોટી માત્રામાં કેફીન હોય છે જેના કારણે તે બ્લડપ્રેશરમાં ઝડપથી વધારો કરે છે. તેનાથી હાર્ટ એટેક સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. જો તમને હૃદયની બીમારી હોય અથવા હાઈ બીપીની ફરિયાદ હોય તો કોફી ખૂબ જ ઓછી માત્રામાં પીવી જોઈએ.



ઊંઘનો અભાવ
આપણે કોફી પીએ છીએ કારણકે આપણને તાજગીનો અનુભવ થાય છે અને ઊંઘ તેમ જ થાક ગાયબ થઈ જાય છે એવું લોકો માને છે. પરંતુ જો તમે કોફી વધારે પીવો છો તો કેફીનના કારણે ઊંઘ યોગ્ય સમયે આવતી નથી અને ઊંઘની પેટર્ન સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે. જેથી અનીન્દ્રા બીમારી નો શિકાર બનીએ છીએ. માટે ચા કે કોફીને સાંજના સમયે પીવી યોગ્ય સમય નથી.



પાચનની સમસ્યા
આ પીવાથી સૌથી ખરાબ અસર આપણા પેટ ઉપર પડતી હોય છે કારણકે આના કારણે ગેસ્ટ્રીનો હોર્મોન બહાર આવે છે જે કોલોન ની એક્ટિવિટીમાં પણ વધારો થાય છે. જો તમે વધુ પડતી કોફી પીવો છો તો અપચાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે.

Reporter: admin

Related Post