News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : છાસ પીવાના ફાયદા

2025-05-30 13:49:52
આયુર્વેદિક ઉપચાર : છાસ પીવાના ફાયદા


આયુર્વેદમાં છાસની તુલના અમ્રુત સાથે કરવામાં આવી છે. શરીરમાં રહેલા ઘાતકી તત્વોને મુત્ર દ્વારા શરીર-માંથી બહાર કાઢવાની શક્તિ એકમાત્ર છાસમાં છે તો છાસનુ સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે.



એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જો લગાતાર ત્રણ દિવસ એકમાત્ર છાસ ને આહારમાં લેવામાં આવે તો શરીરમાં પંચકર્મ સ્વયં થાય છે. વધારાની ચરબી ઉતારી જાય છે. ચેહરા પરના દાગ નિકળી જાય છે સાથે સાથે ચમક પણ આવે છે.છાસમાં વિટામિન બી-12, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ વગેરે જેવા શરીર માટે લાભદાયક અનેક તત્વો રહેલા છે જે પેટ સાફ રાખે છે તથા પેટમાં થતો ગડગડાટ મટાડે છે. શરીરનું તાપમાન ને કંટ્રોલ માં રાખે છે જેથી સરસ નિદ્રા આવે છે.છાસનુ (ઘરે બનાવેલ છાશ જ ઉત્તમ) સેવન કરવાથી ઘણા લાભ મળે છે. 


જેમ કે ..મોટાપો ઘટે છે, ...વારંવાર પેશાબ ની તકલીફ વાળાઓ માટે માપસર નમક વાળી છાસ લાભદાયક છે, ...છાસનુ સેવન મો માં પડતાં ચાંદા ને મટાડે છે, ...છાસમાં કુટેલો અજમો નાખીને પીવાથી પેટમાં નાં જન્તુઓ નો નાશ થાય છે. દવાઓ લેવી નથી પડતી, ...છાસમાં  દેશી ગોળ નાખી ને પીવાથી પેશાબમાં થતી બળતરા મટે છે, ...છાસમાં જાયફળ નો ચપટી પાવડર નાખીને પીવાથી માથામાં થતો દુખાવો મટે છે, ...ખાલી પેટ છાસ પીવાથી પેટનો દુખાવો મટે છે, ...છાસમાં કાળીમરી પાવડર તથા સાકર નાખીને પીવાથી પિત્ત તથા એસિડિટી મટે છે, ...નાના બાળકોને જ્યારે દાંત આવતા હોય ત્યારે ચાર ચાર ચમચી છાસ રાહત આપે છે.

Reporter: admin

Related Post