- લીંબુનો રસ કાઢી લીધા પછી ચેહરા પર તેના ફળિયા ઘસી થોડા સમય પછી ઠંડા પાણી વડે ચેહરો સાફ કરી લેવો.
- સઁતારાની છાલને સુકવી તેનો પાવડર કરી ગુલાબજળમાં મેળવી તેને મોઢા પર લગાડી અડધો કલાક રહેવા દઈ પછી ચેહરો ધોવો જોઈએ, જેથી સ્કિન મુલાયમ બનશે.
- મૂળાનાં રસમાં થોડુ દહીં મેળવી ચેહરા પર લગાડવાથી ચેહરો સુંવાળો અને ચમકીલો બને છે.
- તલના તેલને સહેજ ગરમ કરી રોજ માલિશ કરવાથી ફિક્કી ચામડી સુવાળી બને છે.
- કાકડીને ખમણી તેનો રસ ચોપડવાથી ચિકાશવાળી તેમજ ચીમડાયેલી ચામડી સુવાળી બને છે.
- બટાકાની છાલને મોઢા પર ઘસવાથી મોઢું ચમકીલું બને છે.
- દૂધમાં લીબુંનો રસ મેળવી સવાર સાંજ ચેહરા પર માલિશ કરવાથી ચેહરો ચમકીલો બને છે.
Reporter: admin