એલર્જીને કારણે થતી વિવિધ તકલીફો પણ જ્યારે વારંવાર થવા લાગે ત્યારે રોગી તેનાથી છુટવું શક્ય જ નથી કે શું ? એવા પ્રશ્નો પૂછે છે.
એલર્જીને કારણે વારંવાર શરદી થવાને કારણે નાકમાંથી પાણી પડવું, છીંકો આવવી, માથું દુઃખવું, આંખો લાલ થવી, આંખ-કાન-નાક-ગળાની અંત:ત્વચામાં ખંજવાળ આવવી. આ બધા કારણે થાક અને કંટાળો અનુભવાય છે.શરીરની કુદરતી રક્ષણાત્મક શક્તિ-ઇમ્યુનીટી એક વિશિષ્ટ ક્રિયા-પ્રતિક્રિયા દ્વારા રોગ માટે જવાબદાર કારણોનો સામનો કરે છે. શરીરને નુકશાનકારક બહારનું તત્વ શરીર સાથે સંપર્કમાં આવે, પ્રવેશે ત્યારે કુદરતી રીતે શરીર પ્રતિજન અને પ્રતિજન સામે રક્ષણાત્મક પ્રતિક્રિયા કરવા માટે પ્રતિદ્રવ્યો પેદા કરે છે. પ્રતિજન-પ્રતિદ્રવ્યની શરીર માટેની રક્ષણાત્મક પ્રક્રિયા દરમ્યાન કોષોને વધુ નુકશાન થતાં, વિશિષ્ટ લક્ષણો થાય છે જેને એલર્જીક રિએક્શન કહે છે.
કફ તત્વની કાર્યક્ષમતા યોગ્ય રીતે જળવાય રહે તે માટે સૂંઠ, આદું, અરડૂસી, હળદર, તુલસી જેવા કુદરતી દ્રવ્યો નિયમિત ધોરણે ઘરગથ્થુ ઉપચાર માટે અપનાવવા.
આદુંનો રસ, તુલસીનો રસ ૧-૧ ચમચી ભેળવી, તેમાં ૧ ચમચી હળદરનું ચૂર્ણ ઉમેરી સવારના નાસ્તા સમયે લઇ શકાય.
૧ ચમચી આંબળાનું ચૂર્ણ નવશેકા પાણી અથવા મધ સાથે નિયમિત લેવું.
ત્રિકટુ ચૂર્ણ અને યષ્ટી મધુ ચૂર્ણ સરખાભાગે ભેળવી જમ્યા પછી મધમાં ચાટવાથી ફાયદો થાય છે.
એલર્જીક રિએકશન માટે જવાબદાર ધૂળ, ધૂમાડો, ઠંડી હવા જેવાં કારણોથી બચવા માટે પ્રયત્ન કરવો.
ભૂખ, ઉંઘ, થાક, તરસ, મળ-મૂત્ર પ્રવૃત્તિ માટેના સંવેદનો જેવા શરીર દ્વારા સૂચવાતા કુદરતી સંકેતોને અવગણવા નહીં.
Reporter: admin