News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર: જો આંખોની નીચે કુંડાળા પડે તો તેનો ઘરેલુ ઉપચાર કરી શકીએ છીએ.

2024-08-10 15:38:15
આયુર્વેદિક ઉપચાર: જો આંખોની નીચે કુંડાળા પડે તો તેનો ઘરેલુ ઉપચાર કરી શકીએ છીએ.


ઘણા લોકોને આંખો નીચે કાળા કુંડાળા પડી જાય છે. અનિયમિત ઊંઘ, ભોજન, ચિંતાના કારણે આ સમસ્યા આવી શકે છે. શરીરમા પૂરતા પોશક તત્વોના અભાવને કારણે આ ડાર્ક સર્કલની સમસ્યા ઉભી થાય છે. ખાસ કરીને બેહનો જે આખો દિવસ ઘરના કામોમાં અટવાયેલી રહે છે, જેથી પોતાના માટે સમય આપી શકતી નથી.બહેનોને મોટી સઁખ્યામાં ડાર્ક સર્કલ હોય છે. આ માટે ઘરગથ્થું ઉપચાર કરી શકીએ છીએ. 



આટલું અવશ્ય કરવું જોઈએ :
- દરરોજ ભોજનમા ફળ, લીલા શાકભાજી અને રાત્રે દૂધ પીવું જોઈએ.
- નિયમિત એક કલાક યોગા કરવા જોઈએ.
- શક્ય હોય એટલો કોસ્મેટિક ઓછું વાપરવું જોઈએ, ચેહરો જેટલો નેચરલ સારો રહેશે એટલી સ્કિન સારી રહેશે.
- વધારે પડતા ઉજાગરા ન કરતા નિયમિત ઊંઘ લેવી જોઈએ.
- બહાર ના ફાસ્ટફૂડ બને એટલા ન ખાવા જોઈએ.
- ચિંતાથી કોઈ સમાધાન આવતું નથી, માટે ચિંતા ન કરતા દરેક સમસ્યાઓનો ઉપાય શોધવો જોઈએ.
આ લગાવાથી સરળતાથી ડાર્ક સર્કલ દૂર થશે:
- ગુલાબજળ, હળદર અને મુલતાની મટીની પેસ્ટ બનાવી ચેહરા પર લગાવવી જોઈએ.


- ચંદન અને ગુલાબજળ મિક્ષ કરી પેસ્ટ આંખો નીચે લગાવી સુકાવા દેવું પછી ચોખ્ખા પાણી વડે ચેહરો સાફ કરી દેવો.
- કાચા દૂધને કોટન વડે આંખો નીચે લગાવાથી ડાર્ક સર્કલ દૂર થશે.
- દર 15 દીવસે મોઢા પર બરફ ઘસવાથી ચેહરો ચમકદાર બનશે અને કાળા ડાઘ દૂર થશે.
આ બધા ઈલાજ ઘરે બેઠા થઈ શકે તેમ છે, ખાસ બેહનોએ પોતાના દિવસના કામોમાંથી થોડીક મિનિટો પોતાના માટે સમય કાઢી પોતાનું ધ્યાન રાખવું જોઈએ.

Reporter: admin

Related Post