ફાફડા બનાવવા માટે એક કપ બેસન, અડધી ચમચી અજમો,અડધી ચમચી હળદર, ચપટી બેકિંગ પાવડર, સ્વાદ અનુસાર મીઠુ, બે ચમચી તેલ, તડવા માટે તેલ અને જરૂર પ્રમાણે પાણીની જરૂર પડે છે.
બેસનને એક વાસણમાં ચાળી લઇ તેમાં મીઠુ, અજમો, તેલ, બેકિંગ પાવડર ઉમેરી પાણી જરૂર પ્રમાણે લઇ લોટ બરોબર મિક્સ કરો. લોટમાં જરૂર પ્રમાણે પાણી લઇ કઠણ લોટ બાંધવો. લોટ બાંધ્યા પછી ઉપરથી તેલ લઇ મસળી લો. હવે એક કડાઈમાં ધીમી આંચ પર તેલ ગરમ કરવા મુકો. લોટના નાના લુઆ કરી લેવા.
તેમાંથી લુઆને હથેળી વડે ખેંચીને ફાફડાનો આકાર આપી લેવો. લાંબો ફાફડાનો આકાર આપ્યા બાદ ફાફડાને ચાકુ વડે થાળી પર છૂટો કરી લેવા, અને તેલમાં તડવા મુકવા. એકબાજુ સેકાય જાય પછી હડવા હાથે ફેરવી લઇ બીજી બાજુ તળી લેવું. આ રીતે એકદમ પોચા ફાફડા ઘરે સરળતાથી બને છે
Reporter: admin