News Portal...

Breaking News :

અવનવી વાનગી : મેદું વડા સંભાર બનાવવાની રીત

2024-12-11 16:09:08
અવનવી વાનગી : મેદું વડા સંભાર બનાવવાની રીત


મેદું વડા સંભાર બનાવવા માટે , 1 કપ અડદની દાળ, 1 કપ ચોખા,ગમીઠુ અને તેલ જરૂર પ્રમાણે, અડધી ચમચી મરી પાવડર, સંભાર માટે 1 કપ તુવેર દાળ, મીઠુ અને તેલ જરુર પ્રમાણે, એક ચમચી જીરું, એક ચમચી મરચું, એક ચમચી ધાણાજીરું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર, 2 નંગ સૂકા મરચા, એક ચમચી ચણાની દાળ, અડદની દાળ, મીઠો લીમડો, ચપટી હિંગ,2 ચમચી ખાંડ અથવા ગોળ,2 નંગ સરગવો, 1 ચોપ કરેલ ટામેટું જરૂરી છે.


અડદ અને ચોખાની દાળને ધોઈ ચારથી પાંચ કલાક પલાળી રાખો.ત્યારબાદ મિક્ષર જારમાં બેટર બનાવી લો. તેમાં મરી પાવડર અને મીઠુ ઉમેરી મિક્ષ કરી પાંચ મિનિટ માટે રહેવા દો. હવે કુકરમાં તુવેર દાળને દસ મિનિટ માટે પલાળી ટામેટા, સરગવો મીઠુ અને હળદર ઉમેરી બે વિશલ વગાડી લેવી. 


દાળ બફાઈ જાય એટલે તેમાં બધા મસાલા ઉમેરી ઉકળવા દેવી અને તેમાં વઘાર કરી લેવો.ત્યારબાદ મેદુવડા તેલમાં તળી સંભાર સાથે અથવા ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો.

Reporter: admin

Related Post