પનીર કટલેસ બનાવવા માટે 250 ગ્રામ પનીર, 2 નંગ ડુંગળી, પાંચ વાટેલા મરચા, એક લીંબુ, 300 ગ્રામ બટાકા, 100 ગ્રામ કોબીજ, 50 ગ્રામ કોથમીર, અડધી ચમચી ગરમ મસાલો, 200 ગ્રામ ટોસ્ટનો ભૂકો, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે જરૂરી છે.
પનીરને છીણી લેવું, અને બટાકાને બાફી માવો કરી લેવો અને ડુંગળી જીણી ચોપ કરી લેવી. કોબીજને પણ જીણી સમારી લેવી. બધો મસાલો મિક્સ કરી કટલેસનો કોઈપણ આકાર આપવો. હવે તેને ટોસ્ટના ભુકામાં રગડોળી તેલમાં તળી લેવી.તમે આ કટલેસને ઉપર થી કોઈ પણ રીતે ડેકોરેટ કરી શકો છો
Reporter: admin