ઇદડા બનાવવા માટેની સામગ્રીમાં ત્રણ કપ ચોખા, એકનકપ અડદની દાળ, બે ચમચી દહીં, બે ચમચી તેલ, અડધી ચમચી ખાવાનો સોડા, મરચું, મરીનો ભૂકો અને મીઠુ જરૂરિયાત પ્રમાણે લેવું.
ચોખા અને દાળને ધોઈ, સુકવીને લોટ બનાવવો. જો ઇદડા સવારે કરવા હોયતો રાત્રે પાલડવું. ઇદડા ઉતારવાના હોય તેના બે કલાક પેહલા મીઠુ ઉમેરવું. દહીં પણ ઉમેરી શકાય. ઇદડા ઉતરતી વખતે થોડુ થોડુ ખીરું લઇ તેમાં, તેલ, સોડા ઉમેરી ફેટી લઇ ઢીલું ખીરું તૈયાર કરી, પાતળી થાળી તૈયાર કરવી.
થાળી પર મરચું કે મરી ભભરાવી શકાય છે. થઇ જાય એટલે એના પીસ કરી ખાવા માટે પીરસી લેવું. તમે તેનો તેલ, રાઈ, મીઠો લીમડો અને લીલું મરચું ઉમેરી વઘાર પણ કરી શકો છો.
Reporter: admin