પાલક સેવ બનાવવા માટે બે વાડકી ચણાનો લોટ, એક બાઉલ પાલકના પાન, ચાર ચોપ કરેલ લીલા મરચા, એક ચમચી લીબુંનો રસ, એક ચમચી છીણેલું આદુ,અડધી ચમચી મરી પાવડર, મોણ માટે તેલ, તડવા માટે તેલ, ચપટી ખારો અને મીઠુ સ્વાદ અનુસાર જરૂરી છે.
પાલકના પાનને ક્રશ કરી લેવા તેમાં આદુ અને મરચા પણ ક્રશ કરી લેવા હવે તેને જીણી ચાડનીમાં ગાળી લેવું. તેમાં જરૂર પ્રમાણે ચણાનો લોટ, લીબું, મરી પાવડર, મોણ, મીઠુ બધું ઉમેરી બરોબર લોટ બાંધવો. હવે લોટને સઁચામાં ભરી તૈયાર કરવું. એક પેનમાં તડવા માટે તેલ ગરમ કરવા મૂકી સઁચા વડે સેવ તડવા મુકો. અને સેવ વારાફરતી ઉતારી લો. આ સેવ ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે.
Reporter: admin