News Portal...

Breaking News :

અવનવી વાનગી : ઈડલી બોન્ડા બનાવવાની રીત

2024-12-18 14:05:34
અવનવી વાનગી : ઈડલી બોન્ડા બનાવવાની રીત


ઈડલી બોન્ડા બનાવવા માટેની સામગ્રી 500 ગરમ ચોખાની કણકી, 250 ગ્રામ અડદની દાળ, 250 ગ્રામ દહીં, 1 ચમચી ખાવાનો સોડા, 1 ચમચી લીબુંના ફૂલ, લીલી ચટણી, 100 ગ્રામ ચોખનો લોટ, સોસ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે જરૂરી છે.


ચોખાની કણકી અને અડદની દાળ લઇ, થોડો કરકરો લોટ દડવો. આ લોટમાં દહીં ઉમેરી પાલળવો. ઈડલી ઉતારતી વખતે તેમાં મીઠુ, ખાવાનો સોડા, લીબુંના ફૂલ ઉમેરવા. ત્યારબાદ વાડકીમાં ઈડલી ઉતારવી અને તેના સરખા ભાગ કરી લીલી ચટણી ચોપડવી. 


ચોખાના લોટનું પાતળું ખીરું કરવું અને મીઠુ ઉમેરવું. ઈડલી ખીરામાં બોળી, તેલમાં ગુલાબી રંગની તડવી. તેને પીસ કરીને પણ ખાઈ શકાય છે. ગ્રીન ચટણી સાથે ખુબ ટેસ્ટી લાગે છે.

Reporter: admin

Related Post