માલપુડા બનાવવા માટે બે કપ ઘઉંનો લોટ, એક ચમચી ઈલાયચી પાવડર, જરૂર પ્રમાણે દૂધ, બે ચમચી મલાઈ, એક કપ ખાંડ, પાણી જરૂર પ્રમાણે જરૂરી છે.
હવે ઘઉંના લોટમાં ઈલાયચી પાવડર ઉમેરી દૂધ ઉમેરતા જઈ થોડુ જાડું બેટર બનાવો. આ બેટરને પંદર મિનિટ માટે ઢાંકી દો. હવે ચાસણી બનાવવા માટે પાણીમાં ખાંડ ઉમેરી બરોબર મિક્સ કરો. તેમાં ઈલાયચી પાવડર ઉમેરવો જેથી ફ્લેવર સારો આવે. હવે એક તારની ચાસણી બનાવવી.
હવે બીજી બાજુ એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકી તેમાં બેટર ઉમેરી પૂડો બનાવવો, તે થોડો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકવો અને પછી તેને ચાસણીમાં ડૂબે તે રીતે મૂકી દો. ખુબ ઓછા સમયમાં માલપુડા તૈયાર થઇ જશે અને તે ખાવામાં ખુબ સારા લસગે છે.
Reporter: