હલવાસન બનાવવા માટેની સામગ્રીમાં ક્રીમ દૂધ 500 એમ. એલ, એક ચમચી ખાવાનો ગુંદ, પાંચ ચમચી ઘી, ત્રણ થી ચાર ચમચી ઘઉનો જાડો લોટ, એક કપ ખાંડ, બદામ અને કાજુની કતરણ, મગતરીના બી ત્રણ ચમચી, પા ચમચી જાયફળ પાવડર, એક ચમચી એલચી પાવડર, બદામ અને કાજુના ટુકડા જરૂરી છે.
ગેસ પર ધીમા આંચ પર કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું. તેમાં ઘઉંનો જાડો લોટ શેકવો. લોટનો ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે ગેસ પરથી ઉતારી લેવો. ખાંડને એક વાસણમાં ગરમ કરી ઓગાળી લેવી ત્યારબાદ એક વાસણમાં ઘી મૂકી ગુંદ અને દૂધ ઉમેરી બરોબર હલાવતા રેહવું. જેમ જેમ દૂધ ગરમ થશે તેમ તેમ ગુંદ ઓગળી જશે. અને દૂધ ફાટેલું દેખાશે.
હવે તેમાં લોટ અને ઓગળેલી ખાંડ ઉમેરી સતત મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. તેમાં કાજુ અને બદામની કતરણ, જાયફળ પાવડર, એલચી પાવડર, મગતરીના બી ઉમેરી લેવા. બધું મિક્સ થાય એટલે મિશ્રણને થાળીમાં પાથરી લેવું અને ઠન્ડુ પડવા દેવું. ઠંડુ થયાં પછી હલવાસન માટેના ગોળા બનાવી વચ્ચેથી દબાવી કાજુ કે બદામની કતરણ મૂકી દેવી. અને તેને ઠંડા થવા દેવા.
Reporter: admin