નવાદા : તપાસ માટે ગયેલી સીબીઆઈની ટીમ પર હુમલાની માહિતી મળતાં જ રજૌલી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સીબીઆઈના ચાર અધિકારીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં એફઆઈઆર નોંધી છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત 200 અજાણ્યા લોકો વિરુદ્ધ પણ એફઆઈઆર દાખલ કરાઈ છે.
બિહારના નવાદામાં UGC NET પેપર લીકની તપાસ કરવા ગયેલી સીબીઆઈની ટીમ પર હુમલો થયો છે. મળતા અહેવાલો મુજબ આ ઘટના શનિવારે સાંજે બની છે. સીબીઆઈનીટીમ નવાદા જિલ્લાના કસિયાડીગ ગામમાં પહોંચી હતી,
જ્યાં ગામના લોકોએ તેમનો પર હુમલો કર્યો હતો. ઘટના બાદ પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે, સીબીઆઈની નકલી ટીમ સમજી હુમલો કરાયો હતો. જોકે બાદમાં સીબીઆઈએ પેપર લીકમાં ઉપયોગ થયેલો ફોન જપ્ત કર્યો, ત્યારે આરોપીનો પરિવાર અને ગ્રામીણોએ હુમલો કર્યો હતો.
Reporter: News Plus