વડોદરા: સૌ પ્રથમ બાળ ગરબા એટલે અલૈયા બલૈયા,માંજલપુરમાં બાળ ગરબા તરીકે ઓળખાતા અલૈયા બલૈયા છેલ્લા ૨૮ વર્ષથી બાળકો માટે અને બાળકો થકી વાદ્યય વૃંદ નિર્દોષ ગરબાનું આયોજન કરવામાં આવે છે
આ વર્ષે પણ માંજલપુર પંચશીલ ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન રાખવામાં આવ્યું છે આ ગરબામા 16 વર્ષ સુધીના બાળકો નિશુલ્ક આનંદ માણી શકે છે તથા અહીંયા 20 ફૂટ ઊંચે ગબ્બર પર માતાજીની પાંચ ફૂટની પ્રતિમા સાથે માં અંબાજીની શાસ્ત્રો વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરીને સ્થાપિત કરવામાં આવે છે તેમજ વિવિધ કેટેગરી પ્રમાણે ખેલૈયાઓને ઇનામો આપવામાં આવે છે જ્યારે અંતિમ દસમા દિવસે દશેરા દિવસ નિમિત્તે 51 ફૂટના રાવણનું દહન ભવ્ય આતિશ બાજી કરીને નવરાત્રીની પૂર્ણાહુતી કરવામાં આવે છે.
Reporter: