શહેર પોલીસ વિભાગના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 2.45 લાખની કિંમતના 17 જેટલા મોબાઈલ રાવપુરા પોલીસ દ્વારા મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.

વડોદરા શહેર પોલીસ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે આ કાર્યક્રમ હેઠળ જે તે પોલીસ મથક હદ વિસ્તારમાં લોકોના મોબાઈલ ફોન સહિતના કિંમતી સર સામાન ગુમ થયા હોય અથવા ચોરી થયા હોય જેની ફરિયાદ નોંધાવવામાં આવી હોય જે બાદ પોલીસની તપાસમાં આ મુદ્દા માલ રિકવર કરવામાં આવતો હોય છે

ત્યારબાદ મૂળ માલિકોને ખરાઈ કર્યા બાદ પરત સોંપવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવા જ ગુમ થયેલા બે લાખ 45 હજારની કિંમતમાં 17 જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.




Reporter: admin







