દિલ્હી : પંજાબમાં સરપંચની ચૂંટણીમાં 3000 ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા ચીફ જસ્ટિસે આશ્ચર્ય વ્યક્ત કર્યો અને કહ્યું કે, આ ઘણું અજીબ છે. મે આવા આંકડા ક્યારેય જોયા નથી, આ બહુ મોટી સંખ્યા છે.
બેંચે 18 ઑક્ટોબરે સુનિતા રાની અને અન્યો દ્વારા 15 ઑક્ટોબરે યોજાયેલી પંચાયત ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવતી અરજી પર નોટિસ જારી કરી હતી.જ્યારે એક વકીલે તો દાવો કર્યો કે, ચૂંટણી વખતે એક ઉમેદવારનું ચૂંટણી ચિહ્ન હટાવી દેવાયું હતું. સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યો કે, હાઈકોર્ટે અસરગ્રસ્ત પક્ષોના મંતવ્યોને યોગ્ય રીતે સાંભળ્યા વિના સેંકડો અરજીઓને ફગાવી દીધી.સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું કે, તાજેતરમાં પંજાબમાં થયેલી સરપંચની ચૂંટણીમાં 13 હજાર પંચાયતના ઉમેદવારોમાંથી 3000 બિનહરીફ ચૂંટાયા હતા.
જ્યારે કોર્ટે અસંતુષ્ટ ઉમેદવારોને ચૂંટણીને લઈને અરજી કરવાની અનુમતિ આપી છે. જેમાં ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેંચે અનેક ઉમેદવારોના નામાંકન પત્રો નકારવા અને અન્ય ચૂંટણી અનિયમિતતાનો આરોપ લગાવતી અરજી પર નોટિસ જારી કરી હતી. બેંચે કહ્યું કે, પીડિત વ્યક્તિ ચૂંટણી પંચ સમક્ષ અરજી દાખલ કરી શકે છે. જેમાં ચૂંટણી પંચે છ મહિનમાં તેના પર નિર્ણય કરવાનો રહેશે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે ઉમેદવારનો નામાંકન પત્રો નકાર્યા છે અથવા તો ફાડી નાખ્યાં છે, તેઓ પણ પોતાની ફરિયાદ લઈને પંજાબ અથવા હરિયાણા હાઈકોર્ટમાં જઈ શકે છે. જેમાં મર્યાદા અવધિના ભંગના આધારે તેમની અરજીઓ ફગાવી શકાતી નથી. ચીફ જસ્ટિસે કહ્યું કે, અરજીઓનો યોગ્યતાના આધારે નિકાલ થવો જોઈએ. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અમે ઉમેદવારોને અરજી કરવાની અનુમતિ આપીએ છીએ.
Reporter: admin