જામનગર શહેરમાં યુવકને પોતાની પત્ની સાથે પ્રેમ સંબંધની જાળમાં ફસાવી તેની સાથે શરીર સંબંધ બંધાવ્યા બાદ યુવકને બ્લેકમેઇલ કરીને પૈસા પડાવવાના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.
પોલીસે જણાવ્યું હતું કે જામનગરના એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં 2024માં ફરિયાદ નોંધાઇ હતી કે આરોપી પ્રતિક કમલેશ કનખરાની પત્નીએ ફરિયાદીના ભત્રીજાને પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બનાવ્યો હતો અને ત્યારબાદ પ્રતિક અને તેની પત્ની તથા અન્ય એક આરોપીએ ફરિયાદીના ભત્રીજાને મારી નાખવાની ધમકી આપી ફરિયાદીના ભત્રીજાને બ્લેક મેઇલ કર્યો હતો અને ફરિયાદી અને તેમના ભત્રીજા પાસેથી બળજબરીથી 183500 રુપિયા પડાવી લીધા હતા અને ફરિયાદીના ભત્રીજાની વિરુદ્ધમાં દુષ્કર્મની ખોટી ફરિયાદ કરી હતી. x
આ ગુનાના આરોપી પ્રતિક કનખરાએ આગોતરા જામીન અરજી કરી હતી પણ અદાલતે આગોતરા જામીન અરજી નામંજૂર કરતા પ્રતિક પોલીસ ધરપકડથી બચવા ફરાર થઇ ગયો હતો અને વડોદરામાં આશરો લઇ રહ્યો હતો. દરમાન ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સમા રોડ ખાતેથી પ્રતિક કમલેશ કનખરાને ઝડપી લીધો હતો અને જામનગર પોલીસને જાણ કરી હતી.
Reporter: admin