News Portal...

Breaking News :

એક્ટિંગ સાથે જોડાયેલા તમામ એવોર્ડ આપવા જોઈએ : સારંગી જી, રાજપૂત જી અને નાગાલેન્ડની મહિલાથી સારી એ

2024-12-21 09:11:27
એક્ટિંગ સાથે જોડાયેલા તમામ એવોર્ડ આપવા જોઈએ : સારંગી જી, રાજપૂત જી અને નાગાલેન્ડની મહિલાથી સારી એ


દિલ્હી : હું કહીશ કે, એક્ટિંગ સાથે જોડાયેલા તમામ એવોર્ડ આ લોકોને (ભાજપ) આપવો જોઈએ. 


આ બધું કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવું હતું. હું પોતે આ બધાની સાક્ષી છું,તેમ સપા રાજ્ય સભા સાંસદ જયા બચ્ચને જણાવ્યું  હતું.આ લોકો અમને સંસદમાં જવાથી રોકી રહ્યા હતાં. આ લોકોએ અમને ધક્કો માર્યો હતો, જેથી અમને સંસદમાં જતાં રોકી શકાય.' તેમ તેમણે ઉમેર્યું હતું.


જયા બચ્ચને આ વિશે વધુમાં કહ્યું, 'સારંગી જી, રાજપૂત જી અને નાગાલેન્ડની મહિલાથી સારી એક્ટિંગ કોઈ પણ ન કરી શકે. આ ત્રણેયથી સારી એક્ટિંગ કરતાં આજ સુધી કોઈને નથી જોયા. આ બધાં (ભાજપ નેતા) લોકો સીઢી પર ચઢી ગયા હતાં. નીચે તો અમે લોકો ઊભા હતા. અમે ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. હું કહીશ કે, એક્ટિંગ સાથે જોડાયેલા તમામ એવોર્ડ આ લોકોને આપવો જોઈએ.

Reporter: admin

Related Post